પ્રાયશ્ચિત પ્રકરણ 81કેતન 'જમનાદાસ કન્યા છાત્રાલય' પહોંચ્યો ત્યારે ત્યાંનું વાતાવરણ જોઇ એને આશ્ચર્યનો સુખદ આંચકો લાગ્યો. આખું છાત્રાલય સુંદર શણગારેલું હતું. ગેટ ઉપર તોરણ પણ લટકાવ્યાં હતાં. હોસ્ટેલનો હોલ પણ શણગારેલો હતો. તમામ કન્યાઓ વ્યવસ્થિત રીતે તૈયાર થઈને અહીં તહીં આંટા મારતી હતી. કેટરીંગ સર્વિસ વાળાએ ટેબલ પણ ગોઠવી દીધું હતું અને લગ્ન સમારંભમાં હોય એવી રીતે ટેબલ ઉપર બધી વાનગીઓ પણ ગોઠવાઈ ગઈ હતી. બસ કેતન સરની જ રાહ જોવાતી હતી ! કેતન જેવો ગેટ માં પ્રવેશ્યો કે તરત જ કાજલ અને અદિતિ એને મુખ્ય હોલમાં દોરી ગયાં. હોલમાં એક ટેબલ ઉપર ૧૦ કિલોની કેક ગોઠવેલી હતી. બેકરીમાં સ્પેશિયલ ઓર્ડર આપીને બનાવરાવી