પ્રેમની ક્ષિતિજ - 36

  • 3.2k
  • 1
  • 1.4k

દરેક સવાર પોતાનું એક નવું પ્રતિબિંબ લઇ દરેક વ્યક્તિના મનના અલગ આકારને ઝીલે છે. મૌસમ માટે જાણે આજે લગ્ન એટલે એક નવું સમાધાન અને શૈલ માટે લગ્ન એટલે સંપત્તિ મેળવવા માટે નું છેલ્લું પગથિયું.... આજે મૌસમ અને શૈલના ખૂબ જ સાદાઈથી કોર્ટ મેરેજ હતા. લેખા અને નિર્ભય તેની તૈયારીમાં હતા. શૈલના પક્ષે અતુલ અને મૌસમના પક્ષે લેખા અને નિર્ભય હતા. નીંદર ઉડતા જ વહેલી સવારે મૌસમને આલય યાદ આવ્યો અને તેની યાદ આંખોમાંથી ટપકી બારી બહાર દેખાતા ભવિષ્યને ધૂંધળું બનાવી ગઈ. પાસે પડેલા મોબાઇલમાં જાણીતા નંબર પર મેસેજ ટાઈપ કર્યો..... " આજે મારા લગ્ન છે. કોર્ટમાં