પ્રેમની ક્ષિતિજ - 34

  • 2.9k
  • 1
  • 1.2k

અવિરત સ્નેહને ઝંખતું હ્રદય ઈશ્વર નિર્મિત પોતાને ન ગમતી બાબતોને સ્વીકારી તો લે છે પણ તેના સ્વીકાર વખતે અંતરમનની ઝંખનાઓનું ઉપવન જાણે મુરજાઈ જાય છે. ભારે હ્રદયે આલય અને મોસમ બંને ઘરે આવ્યા રસ્તામાં બંને ફક્ત એકબીજાના વિચારોનો સહવાસ મન ભરીને માણી લેવા માંગતા હતા. મોસમ ના ઘર પાસે આવીને.... બન્ને એકબીજાને છેલ્લીવાર સી યુ કહે છે..... આલય મૌસમને કહ્યું," મારી વાત માનીશ?" મૌસમે પૂછ્યું," શું?" " ખુશ રહેવાનો પ્રયત્ન કરીશ?" " ના કારણ કે હવે ખુશ રહેવાનો કોઈ અર્થ નથી. હું તારી, ડેડની અને ઈશ્વરની ઈચ્છાને સ્વીકારી લઉં, તેનો અર્થ એવો નથી થતો કે