તુ મેરા દિલ.. - 5

  • 2.9k
  • 1.1k

લાગણીઓને પ્રેમના સરોવરમાં તરતી રાખી હતી,અવિશ્વાસનો મગરમચ્છ આવીને ગળી ગયો.અનાયા બોલી આરવ આટલું દેવું કરવાની તને કેમ જરૂરત પડી? સરસ રીતે જિંદગી વહી રહી હતી. થોડું ઓછું હોત તો ચલાવી લેત હું, તે મને વાત પણ ના કરી ? શું હું એટલી દુર થઈ ગઈ છું તારાથી? તારી ને મારી વાતો એક હશે નક્કી તો થયું હતું તો આ શું બધું? તારું ને મારું તો આપણું બન્યું હતું તો તારું કેમ બનાવી દીધું? તે મારા પ્રેમ પર વિશ્વાસ ના કરી મારો વિશ્વાસ તોડયો છે.આરવ બોલ્યો અનાયા હોસ્પિટલનું અધધધ બિલ, તારી કમાણી બંધ થઈ જવી, ચેમ્પિયનનો મેડિસિન, ડઈપાર, કેર ટેકરનો ખર્ચો,