પ્રેમના વિભિન્ન રંગો

  • 2k
  • 558

વેલેન્ટાઈન સ્પેશ્યલ ખાસ મારા વાચકો માટે મારા તરફથી સહ પ્રેમ ભેટ. ત્રણ અધભુત ટૂંકી પ્રેમ કથાઓ! શમીમ મર્ચન્ટ 1. મિલનનો અણસાર તૈયાર થતા થતા, ઓચિંતાની મારી નજર અરીસામાંથી, ટેબલ પર રિષભના ફોટા પર પડી. એનો હંસતો ચહેરો જોઈને મારા મોઢે પણ એક હલકી સ્મિત ફૂટી આવી. ફોટા સામે જોઇને મેં ટિપ્પણી કરી, "ફોટામાંથી મને નિહાળવાનો શું ફાયદો? પાસે આવો તો માંનુ." આટલું બોલતા મારી હંસી નીકળી ગઈ અને મેં ઊંડો શ્વાસ લેતા તૈયાર થવાનું પૂરું કર્યું. રિષભના આ ફોટામાં કાંઈક ખાસ જાદુઈ વાત હતી. જ્યારે પણ હું એની તરફ નજર કરતી, ત્યારે મને લાગતું કે તેની આંખ મારા પર કેન્દ્રિત