નોકરી છોડ્યા પછી આખો દિવસ ફ્રી રહેતી નીદા આજે પોતાનું કપબોર્ડ સાફ કરવા બેસી હતી. એક પછી એક કામ ના કાગળો ને સ્ટેપલ કરી સરખા ગોઠવતી તો નાકામા કાગળ અને ફાઇલ્સ ના ડૂચા કરી ને એક બાજુએ મોટો ઢગલો કર્યો હતો. અચાનક સાફ સફાઈ દરમિયાન આ ફાઇલ્સ અને કાગળો વચ્ચે એક કાર્ડ તેની નજરે પડે છે. જર્જરીત થઇ ગયેલા આ કાર્ડ ની એક બાજુ રાજસ્થાન ના કોઈ કિલ્લાની તસ્વીર હતી તો તેની પાછળ ની બાજુએ લખ્યું હતું "The most beautiful and adventurous trip ever where i missed beauty in every single moment" અને આ વાંચતા