નેહડો ( The heart of Gir ) - 19

(29)
  • 4.7k
  • 1
  • 2.9k

બંને ગાર્ડ ગોવાળિયાની નજીક પહોંચી ગયા. તેમાંથી એક બોલ્યો, " આજ વેલી હવારનાં તારી ભેહની મારણની જગ્યાએ ફિલ્ડિંગ ભરવી સી.પણ સામત સાવજ કે રાજમતી સિંહણે દેખા દીધી નહી.હજી હુંધિમાં કિયારેય આવું થયું નથી, કે શિકારની જગ્યાએ બીજે દાડે હાવજ્યું આવ્યાં ના હોય.જરૂર કાંક લોસો પડ્યો લાગે સે." બીજા ગાર્ડે થોડી કડકાઇથી પૂછપરછ કરી, " તમે કોયે રાતમાં ઈને હડકાર્યા નહિ ને? આજે હાંજે અમે રિપોર્ટ કરશું એટલે હમણાં ગીરમાં ગાડિયું સુટવાની સે. તમારી ભેહ હતી એટલે તમારી ય પુસપરસ થાહે.એટલે જો સામત ક્યાંય દેખાય તોય અમને જાણ કરજો.અમી રાત હુંધી આયા જ સી." ગેલા