તવસ્ય - 9

  • 3.1k
  • 1.4k

આગળના ભાગમાં આપણે જોયું કે 'કિવા'કેવી રીતે ગાર્ડનમાંથી કિડનેપ થઈ જાય છે.હવે આગળ... ----------------------------------------------બેગ લઈને પહેલો વ્યક્તિ ગાર્ડનની દીવાલ કૂદીને, ત્યાં તૈયાર ઉભેલી ગાડીમાં બેસી ગયો. અને ડ્રાઈવર પુરપાટ ઝડપે ગાડી ચલાવવા લાગ્યો. બેગ વાળા વ્યક્તિ એ ગાડીમાં બેસીને ગાર્ડનમાં બેઠેલા વ્યક્તિને 'Done'નો મેસેજ કર્યો.આ મેસેજ વાંચીને ગાર્ડનમાં બેસેલા વ્યક્તિના મુખ પર ખંધુ સ્મિત આવી ગયું. આ બધું ફક્ત 7 થી 8 મિનિટમાં બની ગયું.આ બાજુ વિવાને 'તાની'ને જોઈને તેનો થપ્પો કરી દીધો. વેદ એ ફોન પૂરો કરીને, કિવા જ્યાં છુપાઇ હતી ત્યાં જોયું તો કિવા નાં દેખાતા, તેને આશ્રય થયું. કદાચ કિવા આજુબાજુનાં ઝાડ પાછળ છુપાઇ ગઈ હશે, એવુ વિચારીને