ભંડકિયું

  • 2k
  • 668

"અરે ઓ લખમી વહુ, ક્યાં મરી ગઈ? આ સૂરજ માથે ચડવા આવ્યો ને તું ગમાર જેવી રાજરાણીની જેમ હજુય ઘોંટી રહી છે કે શું?" સવાર સવારમાં આખા ઘરમાં ફૂલકુંવરબાનો અવાજ પ્રભાતિયાંની જેમ ગુંજી ઉઠ્યો.હજુ કાલે જ પરણીને આવેલી નવી વહુનો આખી રાતનો થાક પોતાની વડસાસુનો અવાજ સાંભળીને જ ઉતરી ગયો. હજુ હમણાં એના હાથોની મહેંદીની લાલી ચહેરા પર ખીલી હતી ત્યાંજ ઘરમાં મચેલ હલચલથી તેનું નૂર હણાઈ ગયું. નવી પરણીને આવેલી મીરાનાં માથે તો બે બે સાસુઓનો હુકમ ઉપાડવાનો ભાર હતો, અને આ ઘરમાં વડસાસુનો વટ હિટલર કરતા પણ વધારે ભારે હતો તેવા વખાણ મીરાએ લગ્ન પહેલાં જ સગા સંબંધીઓને મોઢે