ભાગ નવવાચક મિત્રો, આગળનાં ભાગમાં જાણ્યું કે, અવિનાશ અને વિનોદ, પચાસ લાખ રૂપિયા રોકડા લઈને, શીવાભાઈ સરપંચના ઘરે આવી પહોંચ્યા છે.શીવાભાઈ, એ પચાસ લાખ રૂપિયા સાચવીને મૂકવા માટે, રૂપિયાની બેગ લઈને ઘરમાં જતાં, તેમના પત્નીને ચા બનાવવાનું કહે છે.અવિનાશ અને વિનોદ, સરપંચના ઘરે, ઓસરીમાં ચુપચાપ બેઠા છે.ભૂપેન્દ્રને કોઈ કામ હોવાથી, તે તેની ટ્રાવેલ્સ ઓફિસ જવા નીકળે છે.થોડીવારમાં, સરપંચ શીવાભાઈ પણ પૈસા ઠેકાણે મૂકીને આવે છે, ને ત્યાં સુધીમાં, તેમના પત્ની પાર્વતીબહેન પણ ચા લઈને આવી પહોંચે છે.હવે,ચા પીતા-પીતા સરપંચ.....સરપંચ :- અવિનાશ, રમણીકે બીજું કંઈ કહેવડાવ્યું છે ?અવિનાશ :- હા સરપંચ કાકા, એમણે કહ્યું છે કે, કાલે સાંજે પેલા ભુપેન્દ્રની લકઝરીમાં સ્કૂલના બાળકો, અને સ્કુલના સ્ટાફને લઈને મુંબઈ