વસંતપંચમી

  • 5k
  • 2.9k

લેખ: વસંતપંચમી લેખિકા: શ્રીમતી સ્નેહલ રાજન જાની પ્રકૃતિપ્રેમીઓ માટેની મહત્ત્વની ઋતુ એટલે વસંતઋતુ. પ્રકૃતિનું સૌંદર્ય વસંતઋતુમાં સોળે કળાએ ખીલેલું હોય છે. આથી જ વસંતઋતુને ઋતુઓનો રાજા કહેવાય છે. આ ઋતુમાં મહા મહિનાની સુદ પક્ષની પાંચમી તિથી એટલે વસંતપંચમી. આ દિવસ આખોય શુભ માનવામાં આવે છે. આ દિવસે લગ્નનું મુહૂર્ત જોવામાં આવતું નથી. આખોય દિવસ લગ્ન કરવા માટે શુભ જ ગણાય છે. જોઈએ થોડી માહિતી વસંતપંચમી વિશે. નામકરણ:- વસંત પંચમી દર વર્ષે હિંદુ ચંદ્ર સૂર્ય કેલેન્ડર મહિનાના મહા મહિનાના તેજસ્વી અર્ધના પાંચમા દિવસે ઉજવવામાં આવે છે, જે સામાન્ય રીતે જાન્યુઆરીના અંતમાં અથવા ફેબ્રુઆરીમાં આવે છે. વસંતને "બધી ઋતુઓના રાજા" તરીકે ઓળખવામાં