શ્વેત, અશ્વેત - ૨૭

  • 2k
  • 2
  • 1k

કૌસર ખાન. સામાન્ય નામ હતું. કૌસર ખાન શ્રુતિના કેસની ઇન્ચાર્જ હતી. સવારે ૭: ૧૫ તેની સાથે બે કોંસ્ટેબલ, અને તેની પાછળ ફરતો કોઈ ભાઈ હતો, તેની સાથે આવી ગઈ હતી. પ્રિલીમનરી સર્ચ મુતાબિક મૃત્યુનું કારણ કોઈ પદાર્થ માથે જોરથી મારવામાં આવ્યું હતું. કોઈ પથ્થર હતો. લોહી બધુ વહી ગયું, અને પાછળના મગજ જમીન સાથે પછડાતા તેનામાં તીરાડ પડી ગઈ. તીરાડ કોઈ ઓપરેશનથી પુરાઈ તેવી ન હતી. મોટા મગજ પર અસર થાય તે પહેલાજ લોહીના કમીથી મૃત્યુ થઈ ગઈ. જુઓ તો લાગે કોઈને ૧૫માં માળથી નીચે પાડવામાં આવ્યા હોય. તે પથ્થર ક્યાંય જ ન હતો. અને એટલી જોરથી પથ્થર મારવામાં આવ્યો