એક છાનું આંસુ

  • 2.9k
  • 988

શહેરની વચ્ચે આવેલ "સુધા ભુવન" સુંદર ઝળહળતી રોશની અને ફૂલો થી સજાવેલ છે. ચારે તરફ ખુશીઓ છવાયેલ છે. આખું ઘર મહેમાનોના શોરબકોર થી ધમધમી રહ્યું છે. શરણાઈઓનાં મધૂર સંગીતથી આખું વાતાવરણ ગુંજી રહ્યું છે. ક્યાંક સ્ત્રીઓ મધુર ગીતોના તાલે નાચી રહી છે તો ક્યાંક પુરુષોના ઠઠ્ઠા મશ્કરી સંભળાઈ રહ્યા છે. નાના ભૂલકાંની કિલકારીઓ તો ક્યાંક યુવાનોના હાસ્યની છોળો ઉછળી રહી છે.બધી ખુશીઓનું એકમાત્ર કારણ આં ઘરના એકમાત્ર પુત્ર આકાશના લેવાયેલા લગ્ન હતાં. એક દિવસ બાદ આકાશના લગ્ન હતાં અને એની તૈયારીઓ પૂર જોશમાં ચાલી રહી હતી. અને એના પ્રસંગ રૂપે આજે સંગીત સંધ્યાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેનો આનંદ બધા