જય શ્રી જહું માં

  • 3.6k
  • 1.5k

વરસો પહેલાની આ વાત છે. પાટણ જીલ્લામાં ધાયણોજ કરીને એક ગામ છે. આ ધાયણોજ ગામની પરવાડે એક દરબારોનું ગામ હતું. જેમાં એક દરબારના ઘરે દેવી શક્તી માં જહુએ અવતાર લીધો. આ દરબારે ત્યારે આ દીકરીનું નામ જસી રાખ્યું. જસી 15-16 વરસના થયા, ત્યારે બન્યું એવું કે, ધાયણોજ ગામમાં એક ધૂળીયો ઢોલી કરીને નામચીન ઢોલી હતો. આ ધૂળીયો ઢોલ વગાડે એટલે હૈયાના હાલ ખોલી દે તેઓ હતો આ ધૂળીયાનો ઢોલ.એક વખત નવરાત્રીના દીવસે ધૂળીયો ગામની પરવાડે આ દરબારોના ગામમાં ઢોલ વગાડવા આવ્યો. રાતના 9-10 વાગ્યે ધૂળીયે ઢોલ વગાડ્યો અને ગામની દીકરીઓએ ગરબા ચાલુ કરીયા. આ દીકરીઓમાં જસી પણ ગરબે રમવા આવી