શ્રી સુંદરકાંડ ભાગ - ૧૦

  • 3k
  • 1.1k

શ્રી ગણેશાય નમ: શ્રીસીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્‌ગુરુ દેવાય નમ: | “શ્રી જાનકીવલ્લભો વિજયતે” શ્રીસુંદરકાંડની આ સુંદર લેખમાળાના શરૂઆતના નવ મણકાઓમાં આપણે અતિપવિત્ર એવી કિષ્કિંધાકાંડની અંતિમ ચોપાઈઓની કથા જોઈ. આજના આ લેખથી શ્રીરામચરિતમાનસના ક્રમાનુસાર, પંચમ સોપાન શ્રીસુંદરકાંડની કથાનો પ્રારંભ કરીએ છીએ. શ્રીસુંદરકાંડની શરૂઆત ભગવાન શ્રીરામચંદ્રજીને વિવિધ વિશેષણોથી સંબોધી કરવામાં આવેલી વંદનાથી થાય છે. દરેક વિશેષણને તેનું પોતાનું મહત્વ અને ગુઢ અર્થ છે. પ્રથમ શ્લોક આ મુજબ છે – :: શ્લોક :: શાન્તં શાશ્વતમપ્રમેયમનઘં નિર્વાણશાન્તિપ્રદં, બ્રહ્માશમ્ભુફણીન્દ્રસેવ્યમનિશં વેદાન્તવેદ્યં વિભુમ્‌ । રામાખ્યં જગદીશ્વરં સુરગુરું માયામનુષ્યં હરિં, વંદેઽહં કરુણાકરં રઘુવરં ભૂપાલચૂડમણિમ્‌ ॥૧॥ શાંત, સનાતન, પ્રમાણોથી પર, નિષ્પાપ, મોક્ષરૂપી પરમ શાન્તિ