શ્રાપિત - 3

(12)
  • 4.3k
  • 2.8k

આકાશ ઉભો થઇને હોલ તરફ આગળ જવા લાગ્યો.બહારથી અવાજ સંભળાતો હતો. આકાશ જેવો હોલનો દરવાજો ખોલીને જેવો બહાર પગ બહાર મુક્યો ત્યાં મોઢામાંથી ચીસ પડતાં પડતાં રહીં જાય છે.બહાર મુકેલાં પગમાં દરવાજાની બહાર દિવાલ પર ખોડેલી ખીલી નીચે પડેલી હતી. જે આકાશનાં પગમાં ખુંચી ગઇ હતી. આકાશના પગમાં ખીલી લાગવાથી લોહી નીકળવાનું ચાલું થઈ જાય છે.આકાશ ખીલીને ધીમેથી પગમાંથી દુર કરીને આગળ વધી રહ્યો હતો. ઝાંઝરનો અવાજ સંભળાય રહ્યા હતો. આકાશનાં શરીર પર પરસેવો વળવા લાગ્યો. ત્યાં આગળ એક પડછાયો દેખાય છે.આકાશ ચાલતાં ચાલતાં ધીમે-ધીમે પડછાયા તરફ જવા લાગ્યો. હ્દયના ધબકારા વધી રહ્યાં છે.ધકધક...ધકધક...ધકધક...ધકધક...આકાશને એ પડછાયો હવેલીની બહાર જતો દેખાયો.