ભૂતનીનું રહસ્ય

(46)
  • 5.2k
  • 4
  • 1.9k

ભૂતનીનું રહસ્ય -રાકેશ ઠક્કર કોલેજમાંથી જ્યારે જયપુરના હવા મહેલના પ્રવાસનું આયોજન થયું ત્યારે કોઇને કલ્પના ન હતી કે ત્યાંની હવામાં કોણ ગૂમ થવાનું છે. કોલેજના પ્રોફેસર હિરેનભાઇની આગેવાનીમાં આ પ્રવાસનું આયોજન થયું હતું. જ્યારે આયોજનની જાહેરાત થઇ ત્યારે અઢાર છોકરા-છોકરીઓએ નામ લખાવ્યા હતા. પરંતુ જ્યારે નક્કી થયું ત્યારે અગિયાર જણ જ રહી ગયા હતા. આ પ્રવાસ હરવા-ફરવા માટે નહીં પરંતુ જ્ઞાનવર્ધન માટે હતો એટલે અગિયાર જણ સાથે જ પ્રવાસ શરૂ થયો. પ્રો.હિરેન સિવાયના દસમાં ચાર છોકરીઓ અને છ છોકરા હતા. એમાંથી બે છોકરા અને બે છોકરીઓ જ્ઞાન વર્ધન નહીં પણ પ્રેમવર્ધન માટે જોડાયા હતા. એ જોડીઓ હતી હેમા-સુનીલ અને જીતેન્દ્ર-સાધનાની.