મોજીસ્તાન - 73

(19)
  • 3.2k
  • 1.5k

મોજીસ્તાન (73) ડોકટરને બદલે બીજા જ પુરુષનો અવાજ સાંભળી ડોકટરની કેબિનમાં સોફા પર આંખ મીંચીને સુતેલી ચંપા સફાળી જાગી હતી.એને એમ હતું કે દર વખતની જેમ ડોકટર પોતાને બાહોમાં લઈને ગાલ પર ચુંબન કરીને જગાડશે.પણ ટેમુનો અવાજ સાંભળીને એ ગભરાઈ હતી.જો કે અંદર આવેલો એ માણસ ટેમુ છે એ ચંપાને ખ્યાલ આવ્યો નહોતો. ડોકટરના ટેબલ પર એમનું સ્ટોથોસ્કોપ પડ્યું હતું એનો ચંપાને ખ્યાલ હતો.ઝડપથી એ ઉઠી અને સોફામાં પાથરેલી ચાદર આખું શરીર ઢંકાઈ જાય એમ ઓઢી લીધી.કદાચ સલામતી માટે કામ આવશે એમ સમજી પેલું સ્ટોથોસ્કોપ એણે હાથમાં લઈ લીધું. હળવેથી કેબિનના દરવાજા પાસે આવીને એ ઉભી રહી.અંદર આવેલો એ વ્યક્તિ ટેબલ