ડરનું તાંડવ - ભાગ 6

(26)
  • 4.1k
  • 2
  • 2.6k

ડરનું તાંડવ ભાગ-6 શિકારી ખુદ બન્યો શિકાર હરમન અને સંજયે આ કેસમાં તેજપાલ રાજવંશને પોલીસ મારફતે ધમકાવવા માટે પોલીસની મદદ લેવાનું નક્કી કર્યું. બીજે દિવસે હરમન અને જમાલ સેટેલાઇટ પોલીસ સ્ટેશને પહોંચ્યા. ત્યાં સંજય પણ આવી ગયો હતો. પોલીસ અધિકારી ઇન્સ્પેકટર પટેલ જાસુસ સંજયને ઓળખતો હતો. પોલીસ સ્ટેશનમાં ત્રણેય જણ જયારે ઇન્સ્પેકટર પટેલની કેબીનમાં પ્રવેશ્યા ત્યારે ઇન્સ્પેકટર પટેલે ખડખડાટ હાસ્ય સાથે ત્રણેયનું સ્વાગત કર્યું હતું. “જાસૂસ હરમન અને જાસૂસ સંજય બંને એક સાથે પોલીસ સ્ટેશન આવ્યા છે? જરૂર કોઈ મહત્વનો કેસ લાગે છે. તમે લોકો પોલીસને ઝપીને શાંતિથી બેસવા પણ નથી દેતા. બોલો હું તમારી શું મદદ કરી શકું?”