પ્રાયશ્ચિત - 75

(100)
  • 8.1k
  • 6
  • 6.7k

પ્રાયશ્ચિત પ્રકરણ 75આઇસ્ક્રીમ વિશેની કેતનની મજાક સાંભળીને જાનકી પણ હસી પડી જ્યારે ખરેખર ફ્રીજમાંથી આઈસ્ક્રીમ નીકળ્યો ! " તમે વળી ક્યારે આઈસ્ક્રીમ લઇ આવ્યા ? " જાનકીએ આશ્ચર્ય વ્યક્ત કર્યું. " એ આપણા જયેશભાઈની મહેરબાની છે. કેટલો બધો ખ્યાલ રાખે છે એ આપણો ? " કેતન બોલ્યો. " અરે સાહેબ શું કામ મશ્કરી કરો છો ? બહુ નાનો માણસ છું. તમે અમારી જિંદગી બનાવી દીધી તો ખ્યાલ તો રાખવો જ પડે ને !! " જયેશ નમ્રતાથી બોલ્યો. જાનકી ત્રણ બાઉલમાં આઈસ્ક્રીમ લઈને આવી અને દરેકના હાથમાં આપ્યો. રસોડામાં જઇને એણે જશીને પણ આપ્યો. એક બાઉલ પોતે લીધો. " શાહ સાહેબ કેતનભાઇ શેઠ હવે નવા બે