ડરનું તાંડવ - ભાગ 3

(30)
  • 4.1k
  • 3
  • 2.7k

ડરનું તાંડવ ભાગ-3 ખોદ્યો ઉંદર અને એમાંથી નીકળ્યો ડુંગર.!! પ્હાડી અબ્દુલને જોઇને જમાલ થોડો ગભરાયો હતો, પરંતુ હરમને જમાલથી ઉલટું કર્યું હતું. હરમનની બરાબર બાજુમાં પડેલી ખુરશી ઉપર હરમન બેસી ગયો અને એણે અબ્દુલ સામે જોઇ કહ્યું હતું. "ભાઇ અબ્દુલ, ગુસ્સો તું પી જા અને હું જે વાત પૂછું એ વાતના બરાબર જવાબ મને આપજે, નહિતર હમણાં પોલીસ સ્ટેશનેથી પોલીસ બોલાવી બાંગ્લાદેશ ભેગો કરાવી દઇશ." હરમને અબ્દુલને ધમકાવતા કહ્યું હતું. "બાંગ્લાદેશ? તમે શું કહેવા માંગો છો? એક તો મારા ગેરેજમાં ઘુસી આવ્યા છો અને મને જ ધમકી આપો છો. તમે શું પોલીસને બોલાવતા'તા, હું જ પોલીસને બોલાવું છું." અકળામણ અને