ઉત્તરાયાન

  • 2.1k
  • 918

આકાશ તરફ મીટ માંડીને બેઠેલ અયાન તેના ભૂતકાળમાં ખોવાયેલ હતો. ૮ મહિના પહેલા આવેલા મહાવિનાશક ભૂકંપમાં અયાને તેની પ્રિયતમા ઉત્તરાને ગુમાવી દીધી. ત્યારબાદ જાણે અયાનના જીવનનું અસ્તિત્વ જ નહોતું. અયાન એક અનાથઆશ્રમમાં રહીને મોટો થયો હતો. તેને પહેલેથી જ ઐતિહાસિક તથા રહસ્યમય સાહિત્ય વાંચવામાં તથા વિવિધ સ્થળોની મુલાકાત લેવામાં ખૂબ જ અભિરુચિ હતી. આથી તેણે કૉલેજમાં પુરાતત્વશાસ્ત્રમાં વિશારદ પ્રાપ્તિ કરી. ઉત્તરા સાથે તેની મુલાકાત આ જ કૉલેજમાં થઈ હતી. ઉત્તરા અયાનની જુનિયર હતી. પરંતું બન્નેના સપના અને શોખ સમાન હતા. વિવિધ ઐતિહાસિક તથા રહસ્યમય સ્થળોની મુલાકાત લેવામાં તેઓ અવ્વલ હતા. ઘણા વણશોધાયેલ રહસ્યોની શોધ તેમના નામે