એક અનોખો સંબંધદુનિયામાં દરેક સમાજના લોકોમાં આપસમાં સબંધ બંધાતા હોય છે, જેમાં પતિ-પત્ની, ભાઈ- બહેન, નણંદ- ભોજાઈ, સાસુ-વહુ મિત્રો વગેરે હોય છે. આજે એક સત્ય ઘટના પરથી સાસુ-વહુના એક અનોખા સંબંધની વાત કરવી છે. પરિવારની ઓળખ ગુપ્ત રાખીને વાત કરું છું.માતા- પિતા, બે પુત્ર- પુત્ર વધુનો સાધન સંપન્ન નાનો સુખી પરિવાર. એક દીકરો વ્યવસાયાર્થે અલગ રહે.હવે મુખ્ય વાત કરું.. સામાન્ય બીમારીમાંથી તબિયત લથડતાં માતા કોમામાં સરકી ગયા.. પતિ, પુત્ર- પુત્રવધુ સેવા કરતાં.. ત્યાં કોરોનાનો કાળમુખો પંજો ત્રાટક્યો અને પિતાનું મૃત્યુ થયું. અચેત અવસ્થામાં, અડધી સાન ભાનમાં રહેલ માતાને પતિના મૃત્યુની જાણ નહોતી કરવામાં આવી. ધીમે ધીમે વહુની સેવા ચાકરી રંગ લાવી રહી હતી.