પ્રાયશ્ચિત - 73

(84)
  • 7.1k
  • 6
  • 6.2k

પ્રાયશ્ચિત પ્રકરણ - 73મેડીકલ સ્ટોરના ફાર્માસિસ્ટને સુચના આપીને કેતન પહેલા માળે પોતાની ચેમ્બરમાં ગયો. બપોરની ચા પીવાની એને ટેવ હતી એટલે એણે જયદીપને ચા લાવવાનું કહ્યું. " સર જોડે કંઈ નાસ્તો લેતો આવું ?" જયદીપ બોલ્યો. " ના અત્યારે માત્ર ચા જ લઇ આવ. " કેતને કહ્યું. ચા પીને કેતન હોસ્પિટલની ફાઈલ જોવા લાગ્યો. આ ફાઈલમાં રોજેરોજનો પેશન્ટ રેકોર્ડ રાખવામાં આવતો હતો. કયા વોર્ડમાં કેટલા પેશન્ટ છે અને કયા ડોક્ટર એની સારવાર કરી રહ્યા છે એની નોંધ રોજે રોજ મૂકવામાં આવતી હતી. કેટલા પેશન્ટ નવા દાખલ થયા અને કેટલા ડિસ્ચાર્જ થયા તે તમામ રેકોર્ડ આ ફાઇલમાં હતો. આ ફાઇલ આમ તો હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ માટે