ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 5

(23)
  • 4.9k
  • 1
  • 3k

ભાગ - ૫વાચક મિત્રો,આગળના ભાગમાં આપણે જાણ્યું કે,ડોક્ટર સાહેબ, સીતાબહેનને તપાસી શીવાભાઈ સરપંચને જણાવે છે કે, સરપંચ સાહેબ, આપણે સીતાબહેનને બચાવી ન શક્યા. એ આપણને મૂકીને, એમના રામજી પાસે પહોંચી ગયા છે. ડોક્ટરના મોઢેથી આટલું સાંભળતા જ, સરપંચ શીવાભાઈ, જાણે પોતાની જનેતા મૃત્યુ પામી હોય, તેવો આઘાત અનુભવે છે.ને પોક મૂકી રડવા લાગે છે.ડોકટર તેમને આશ્વાસન આપે છે, ને સાથે-સાથે, સરપંચના દીકરા જીગ્નેશ અને પાર્વતીબહેનને પણ, અડોશ-પડોશમાં આ વાત જણાવવા કહે છે. પછી..... ડોકટર સરપંચને થોડા શાંત પાડી, મુંબઈ રહેતા સીતાબહેનના દીકરા, શેઠ રમણીકભાઈને ફોન કરી, આ બનાવની જાણ કરવા, શીવાભાઈને હિંમત આપે છે. શીવાભાઈ, મહા-પરાણે થોડા સ્વસ્થ થઈ, ડોક્ટરના ફોનથી મુંબઈ રમણીકભાઈને ફોન લગાવે છે. આ બાજુ રમણીકભાઈ ફોન