અમે બેંક વાળા - 28. જનરલ મેનેજર બોલ રહા હું

  • 2.2k
  • 1
  • 1.1k

28. જનરલ મેનેજર બોલ રહા હું..બેંકમાં ઘણાં ઘણાં કામ હોય છે. ઘણા ગ્રાહકો હોય છે અને દરેક ગ્રાહકને ઘણા ખરા કર્મચારીઓ ખાસ વ્યક્તિ જેવી ટ્રીટમેન્ટ આપતા હોય છે. હવે તો જેને ફૂટફોલ્સ કહે છે એ ગ્રાહકોની રૂબરૂ વિઝીટ્સ ઘટી ગઈ પણ મેં અગાઉનાં પ્રકરણોમાં લખેલું તેમ ગ્રાહકો સાથે મૈત્રીભર્યા સંબંધો રહેતા અને અમુક ગ્રાહકો કે તેના કર્મચારીઓ બેંકવાળા સાથે ટોળ ટપ્પા પણ મારી શકતા.બેંકનાં કામ સરળ રીતે સીધે પાટે ગાડી ચાલે ત્યાં સુધી બેય પક્ષે ખબર પણ પડતી નથી કે કોનું કેટલું મુશ્કેલ કામ પણ ચપટી વગાડતાં થઈ ગયું. પણ ગાડી પાટેથી ખડે ત્યારે જ પરસ્પર ધીરજ અને સમજવાની જરૂર,