આ જનમની પેલે પાર-રાકેશ ઠક્કરપ્રકરણ-૧૭દિયાનનો જવાબ હેવાલીને અપેક્ષિત ન હતો. તે શિનામિના મોહમાં અંધ બન્યો હોવાની વાતને સાચી કહી રહ્યો હતો.'દિયાન, આ તું શું બોલી રહ્યો છે. સપના સપના હોય છે. તારું સપનું શિનામિ જેવી યુવતી હતી તો પછી મારી સાથે લગ્ન કેમ કર્યા?' હેવાલી રડમસ અવાજે પૂછી રહી.'હેવાલી, મેવાન અને શિનામિને કારણે આપણા લગ્નજીવનને અસર થવી ના જોઇએ. તું મારી વાતનો અર્થ સમજી નથી. હવે આપણી પાસે અલગ થવા સિવાય બીજો કોઇ રસ્તો નથી. અને હું શિનામિને સ્વીકારી રહ્યો છું એટલે તને એવું લાગે છે કે હું એના મોહમાં અંધ બન્યો છું. પણ સપનામાં મેં આ આંખોથી એને જોઇ