પ્રાયશ્ચિત - 72

(89)
  • 7.8k
  • 4
  • 6.6k

પ્રાયશ્ચિત પ્રકરણ 72ધ્યાન અવસ્થામાં સ્વામીજીનો આટલો અદભુત અનુભવ કર્યા પછી અને એમનાં સાક્ષાત દર્શન પછી કેતનના મનને ખૂબ જ શાંતિ મળી હતી. અલૌકિક દિવ્ય અનુભવ આજે એને થયો હતો એટલે કર્મનો બોધ આપનાર ભગવાન શ્રીકૃષ્ણની દિવ્ય મૂર્તિ સામે એણે દિલથી પ્રાર્થના કરી. સ્વામીજીની વાત એકદમ સાચી હતી કે માન-સન્માન પ્રતિષ્ઠા એને હવે ગમવા લાગ્યાં હતાં. કરોડોની હોસ્પિટલનો પોતે માલિક બની ગયો હતો બધા જ એને સલામ કરતા હતા એનાથી એનો અહમ્ પોષાતો હતો !! તે દિવસે એણે વિવેકને પણ ધમકાવી દીધો હતો. એ સ્ટાફ સાથે ડિસ્ટન્સ રાખવા માગતો હતો. સ્વામીજી આ વાત પણ જાણી ગયા હતા. સ્વામીજીની વાત સાચી છે. મારે આ