કોને ભૂલુંને કોને સમરુ રે - 9

  • 2.6k
  • 1.4k

ઘરમા તો આઝાદીનો માહોલ છવાઇ ગયો...કામવાળાને કોઇ બંધન નહોતા ...મરજાદ નહોતી ઘુમટાનહોતા...આ વાત ગામમા ખબર વિજળી વેગે ફેલાઇ ગઇ ...કાળીદાસબાપાનુ આખુ કુટુંબ આઝાદીનીછાવણી બની ગયુ ..આઝાદીના લડવૈયાઓનાં ઝુડનાં ઝુડ લક્ષ્મીમાંને ચરણ સ્પર્શ કરવા દોડ્યા .આઝાદીનાં માહોલમા સહુ લડવૈયા માટે લક્ષ્મીમાંનું ઘર છાવણી બની ગયું........એક મહીનામાં તો મરજાદી કપોળ જ્ઞાતિનું પંચ લક્ષ્મીમાંને મળવા આવી ગયુ "લક્ષ્મીબેન આપણીનાનકડી નાત એમા આવા વેરઝેર કેમ ચાલે?આપણે ગઇ ગુજરી ભુલી જઇએ...અમે તમને નાતબહારકરવાનો ઠરાવ પાછો લઇએ છીએ ને કાળીદાસભાઇ કાયમ પંચના મોભી રેશે એવી ખાતરી આપીયેછીએ હવે મીઠુ મોઢુ કરાવો...."એ ગુલાબ કમુ કાંતા ઠાકોરજીને ધરાવેલા મગજના લાડુ પ્રસાદ સહુને આપો ...તમે અમારા ન્યાતભાઇ છો અમને