પ્રાયશ્ચિત - 71

(97)
  • 7.7k
  • 4
  • 6.8k

પ્રાયશ્ચિત પ્રકરણ 71સવાર-સવારમાં જ પેટ ભરાઈ ગયું. થેપલાં એટલાં સ્વાદિષ્ટ હતાં કે કોઈને ખાવાનું ભાન ના રહ્યું. " કેતન દક્ષાબેનને ફોન કરીને કહી દે કે રોટલીનો લોટ ના બાંધે. ગઇકાલના લાડવા પડ્યા છે તો દાળ ભાત શાક જ બનાવી દે. " જયાબેને કેતનને કહ્યું. કેતને ચાર દિવસ પહેલાં જ દક્ષામાસીને એક સાદો ફોન લઇ આપ્યો હતો. " ઠીક છે હું કહી દઉં છું. અને આપણે લોકો પણ હવે એકાદ કલાકમાં નીકળીએ જ છીએ. મનસુખભાઈને મેં ૧૦ વાગે આવી જવાનું કહ્યું છે. " કેતન બોલ્યો. " આપણે આ એરિયાના ન્યુઝપેપર વાળા ને પણ કહેવું પડશે. રોજ સવારે ઊઠીને ચાની સાથે છાપું વાંચવાની ટેવ છે."