"બા"એને ખૂબ નાની વયે પિતાએ દૂર એક શહેરમાં ખાનદાન પરિવારમાં પરણાવી હતી. ઉંમરમાં નાની હતી પરંતુ ઘરનો તમામ કારોબાર તે ચલાવતી હતી તેથી તેનું હુલામણું નામ "બા" પાડ્યું હતું. ગામ -સગું -વહાલું એને "બા" નામ થી બોલાવતું.. જયાં એને પરણાવી હતી તે કુટુંબ નાનું હતું,પૈસે ટકે સુખી હતું.ઘરનાં બધાં જ નાનાં મોટાં પોતપોતાની રીતે નોકરી ધંધો કરીને સાંજે એક આસને જમતાં હતાં.બા ગામડેથી આવી હતી એટલે હિસાબ પૂરતું ભણી હતી.કેમકે ગામડે તે વખતે એટલી ભણવાની સગવડ ન હતી.ઘરનું તમામ કામ કરી શાળાએ જવાનું.અને તે વખતે હાલના જેમ ટ્યુશન જેવું નામ પણ કોઈ ને મગજમાં ન હતું.શાળાએથી આવીને દફ્તર ખિંટીએ લટકાવીને