પ્રાયશ્ચિત - 70

(93)
  • 7.1k
  • 3
  • 6.2k

પ્રાયશ્ચિત પ્રકરણ 70" પપ્પા... તમે લોકો હવે મારી ઓફિસ પણ જોઈ લો. હું અને જાનકી ત્યાં બેસવાનાં છીએ. " હોસ્પિટલથી ગાડી ઓફીસ તરફ લઈને રસ્તામાં કેતન પોતાનાં સાસુ-સસરા સાથે વાત કરી રહ્યો હતો. એ લોકો પહેલી વાર જમાઈના બંગલાના વાસ્તુ પ્રસંગ ઉપર જામનગર આવ્યાં હતાં. રસ્તામાંથી કેતને જયેશ ઝવેરીને પણ ફોન કરી દીધો હતો. કેતને જાનકી અને સાસુ-સસરા સાથે ઓફિસમાં પ્રવેશ્યો એટલે તમામ સ્ટાફે ઉભા થઈને એમનું સ્વાગત કર્યું. એ લોકો ત્યાં માત્ર પાંચ દસ મિનિટ રોકાયા અને પછી ઘરે જવા નીકળી ગયા. જયેશે એ બધાંને માટે આઇસ્ક્રીમ મંગાવવાની વાત કરી પરંતુ કેતને વિવેકથી ના પાડી. ઓફિસેથી ઘરે આવીને કેતને રાત્રે ગ્રાન્ડ ચેતનામાં જમવાનો