મોજીસ્તાન - 72

(21)
  • 3.4k
  • 1.5k

મોજીસ્તાન (72)દવાખાનાની પાછળના ભાગમાં બેઠેલા જગો અને નારસંગની ઊંઘ હવે સાવ ઉડી ગઈ હતી. એ લોકો હબાની રાહ જોઈ રહ્યાં હતાં.પણ હજી હબો ઘેર આવ્યો નહોતો. લખમણિયો ભૂત બંનેને માર મારીને જતો રહ્યોં હતો એટલે એ બંને થોડા ડરી પણ ગયા હતા."જગા હવે આપણે આંયા બેહવાનો કંઈ મતલબ નથી.હબો તો આવતા આવશે,પણ જો ભૂત ફરીદાણ આયુ તો મરી જહુ.માય ગિયું હાલ્ય ઘર ભેગીના થઈ જાવી..!'' નરસંગ હવે કંટાળ્યો હતો.એના બે પગ વચ્ચે જગાએ જે લાત મારી હતી એને કારણે હજી પીડા થઈ રહી હતી. "હા હાલ્ય વયા જાવી.હુકમસંદ પુસે તો કય દેહુ કે ભૂત થિયુ'તું ને અમને માર્યા અટલે અમે ઘરે