એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૨૮

  • 3.8k
  • 2k

નિત્યા અને એની મમ્મી બંને સુઈ ગયા હતા.અચાનક નિત્યા મનમાં કંઈક બોલવા લાગી.નિત્યાનો બબળવાનો અવાજ સાંભળી એની મમ્મી ઉઠી ગઈ અને નિત્યા તરફ જોવા લાગી.નિત્યા હજી પણ મનમાં કંઇક બોલી રહી હતી.નિત્યાની મમ્મી એ એને ઉઠાડવાનો પ્રયત્ન કર્યો પણ નિત્યા જાણે સપનાની દુનિયામાં ખોવાઈ ગઈ હોય એમ સૂતી જ રહી.નિત્યાની મમ્મીએ જોરથી નિત્યાનો હાથ પકડ્યો અને કહ્યું,"નિત્યા ઉઠ,શું બોલે છે" નિત્યા અચાનક ગભરાઈને ઉઠી ગઈ.એના કપાળ પર પરસેવો વળેલો હતો.ઊંઘમાંથી ઉઠી હોવાથી એની આંખો પણ લાલાશ પડતી દેખાઈ રહી હતી. "નિત્યા શું થયું?"કામિનીબેને નિત્યાને પાણી આપતા પૂછ્યું. "કકકકક.....કંઈ નહીં મમ્મી"નિત્યા અટકાતા અટકાતા બોલી. "ખરાબ સપનું જોઈ લીધું કે શું?" "હા