અમે બેંક વાળા - 27. સંદેશે જાતે હૈ..

  • 2.5k
  • 2
  • 1.2k

સંદેશે જાતે હૈ.1999 થી 2004 હું આઇટી ડિપાર્ટમેન્ટમાં હેડઓફિસમાં હતો. એ વખતે બ્રાન્ચોમાં ખાલી લેજર પોસ્ટિંગ માટે ALPM મશીનો એટલે ડેસ્કટોપ 2 જીબી હાર્ડડિસ્કનાં હતાં. ક્યાંક ક્યાંક પાસબુક પ્રિન્ટર પણ હતાં. હેડઓફિસ આઇટીમાં અમારે કોઈ કોઈ પ્રોગ્રામ રાઇટર કે ટેસ્ટિંગ કરનારને 4 જીબી હાર્ડડીસ્ક મળે એટલે તો રાજી રાજી.ઇમેઇલ નવી વસ્તુ હતી. આઉટલુક એક્સપ્રેસમાં જઈ ડાયરેકટ મેઈલ ન થાય એનું ધ્યાન રાખવું પડતું. આપણે આજે વોટ્સએપ મેસેજો કરીએ છીએ, ફક્ત એટલા જ લાંબા ઇમેઇલ કરતા.મેલ સાથે એટેચમેન્ટ મોકલવું મોટી વાત હતી પણ ડિપાર્ટમેન્ટ માટે અત્યંત જરૂરી હતી.હવે આખી બેંકના ડિમાન્ડ ડ્રાફ્ટ પ્રોસેસ કરી આ બ્રાન્ચે મોકલ્યા ને આ બ્રાન્ચે ચૂકવ્યા