મિત્ર

  • 4.5k
  • 1
  • 1.8k

મિત્ર માટે ઘણી વાતો સાંભળી, ઘણી વ્યાખ્યા વાંચી. આજે તેને નવી નજરથી નિહાળીએ. " જે અત્ર, તત્ર, સર્વત્ર વર્તાય તે મિત્ર". તમને થશે આમાં અતિશયિક્તિ છે. મારા મંતવ્ય પ્રમાણે તે યથાર્થ છે. આજે જ્યારે મિત્ર વિષે લખવાનો વિચાર સ્ફૂર્યો ત્યારે મનમાં આંધી ઉઠી. કયા મિત્ર વિષે લખું. મારા ભારતના શાળાના મિત્રો, કોલેજકાળ દરમ્યાનના મિત્રો કે પછી આજકાલ જેમની સાથે મારો સુંદર સમય વ્યતિત થાય છે તે મિત્ર. મિત્ર માટે એક સનાતન સત્ય તારવ્યું છે. 'જુનું તે સોનું, એ તો ચીલાચાલુ વાત થઈ. ઘણિ વ્યક્તિઓને નવા મિત્રો મળે છે ત્યારે જુનાનો ભાવ નથી પૂછતાં. મારું માનવું છે, હા નવા મિત્રો હીરા