એક હતો રાજા - 1

  • 24k
  • 1
  • 8.3k

એ એક રાજા હતો. વીર. બહાદુર.અને વિકરાળ. જોતાજ ભય પમાડે એવો.જો એ બે પગે ઉભો થઇ જાય. તો લગભગ દોઢેક માથેડો ઊંચો થાય.અને શું એની ગર્જનાની તે વાત કરવી. એક જ ગર્જના થી ભલભલાના હાજા ગડગડાવી નાખે. અને નામ હતું. સિંહરાજ. અને શું એની કેશવાળી? અરે એની આ કેશવાળી ના લીધે એ ઓર ખોફનાક લાગતો. જાણે સિંહ જોઈ લ્યો. જોઈ લ્યો શુ.એ ખરેખર સિંહ જ હતો.અને એને એક રાણી. અને ત્રણ કુંવર હતા. આજથી બરાબર એક મહિના પહેલા. સિંહરાણી એ દસ થી બાર મિનિટના અંતરે આ રાજકુમારોને જન્મ આપ્યો હતો.અને જંગલના કાનૂન પ્રમાણે એ ત્રણે યુવરાજોનો આજે