રુદયમંથન - 17

(17)
  • 2.7k
  • 2
  • 1.5k

કિનારાના દ્રશ્યો નયનમાં ભરીને સૌ ફળીમાં આવ્યા, બધાને મજા પડી ગઈ, ચૂલે થતાં રોટલાની મહેક સૌના મનમાં વસવા માંડી. "એટલું વહેલી રસોઈ કરી પણ લીધી?" - સ્વીટીએ રોટલા બનાવતી તૃપ્તિએ પૂછ્યું. "રાતે પછી લાઈટ બરાબર ના હોય તો તમે જ બૂમો પાડે!" - એણે જવાબ આપ્યો અને હસવા માંડી. "આ સ્વીટીને જ નખરા હોય આખા ગામના હા કાકી!"- મહર્ષિએ એમાં ટાપસી પૂરી. " શું કરીએ આ તારી બહેન એવી છે તો, તારે તો ગરબો ઘરે જ છે!" - માધવીએ ટીખળ કરી. "શું મોટી મમ્મી તમે પણ! "