ધર્મદાદાનો આખો પરિવાર હવે મનેકમને કાલથી ગામડાનું જીવન જીવવા તૈયાર થઈ ગયો હતો, એમણે કોઈ દિવસ ગામડું જોયું સુદ્ધાં નહોતું એને આવી રીતે એક મહિનો ગામડાની લાઇફસ્ટાઇલ સૌને અકળાવનારી રહેશે, એમાંય નિયમો એમને વધારે બંધનમાં જકડી લીધા. રાતે બધા સૂઈ ગઈ ગયા, પરંતુ ઊંઘમાં ખલેલ પહોંચાડતા કુતરાઓ વધારે ભય પમાડતા હતા, રિયાન પણ એ બધાના અવાજથી સૂતો નહોતો, એની જોડે માત્ર મહર્ષિ પણ જાગતો હતો, રાતે મોડાં સૂવાની ટેવાયેલો એ એના મોબાઇલ વગર સુનો પડ્યો, પણ જ્યાં સૂઈ ગયો હતો એ રૂમમાં એક પડેલું પુસ્તક એના હાથમાં આવી ચડ્યું, એને વાંચવાનું ચાલુ કર્યું, રસ પડતો