રુદયમંથન - 7

(21)
  • 3.3k
  • 1
  • 1.8k

ભરવારસદે પહોંચેલા દેસાઈ પરિવારને રતનપુરા પહોંચતા ધાર્યા કરતાં વધારે વાર લાગી ગઈ, બપોરના સાડા ત્રણ વાગ્યા હશે, પણ રતનપુરાનું વરસાદી વાતાવરણ જાણે સાંજ પડી ગઈ હોય એવું અંધરકોર થઈ ગયું હતું, વાતાવરણમાં ઠંડક પ્રસરેલી હતી, અમદાવાદનો ઉકળાટ અને મનનો ઉકળાટ જાણે અહીંની ઠંડકમાં શમી ના જવાનો હોય? બસ એ બધાય ઘરોની વચ્ચે આવીને ઉભી રહી, ઘરોના નેવેથી ટપકતાં વર્ષબિંદુ જાણે તેઓનું સ્વાગત કરવા મધુરું ગીત છેડી રહ્યા હતા, ત્યાંના મકાનોમાં રહેતી વસ્તીમાં વરસાદના બિંદુના અવાજ સાથે કઈક ઝીણો પગરવ પ્રસરી રહ્યો હતો, આમ અચાનક બસ ભરીને શહેરીજનો જોઈને તેઓ કુતુહલવશ બધાયને જોઈ રહ્યા હતા,