રુદયમંથન - 3

(21)
  • 3.5k
  • 2.2k

આપે જોયું કે ધર્મસિંહના અવસાન બાદ એમને લખેલું વિલ વંચાઈ ગયું, અગાઉ સંમતિ આપીને બેસેલા પરિવારને શું એમની શરતો મંજૂર રહેશે? તેઓ રતનપુરા જઈને એક મહિનો વિતાવશે? "શું???" પરિવારના અડધાથી ઉપરની વ્યક્તિએ એકસરખો આઘાતજનક ઉદ્દગાર સ્વરી દીધો, એ ઉદ્દગાર સાથે જાણે તેઓ વિલની શરતોને નામંજૂર કરતાં હોય એમ! શિખાના મોઢાના હાવભાવ એવા વિચિત્ર હતા કે જોઈને આ ઉદ્દગારની ભયાનકતા વધારે ભયાનક લાગવા માંડી, એની ઊંચી થયેલી ભ્રમરો અને એની વચ્ચે રહેલો મોટો ચાંદલો એનો અણગમો સીધો જાહેર કરતાં હતાં. ઘરમાં સૌથી નખરા ભરેલી સ્વીટીને બન્ને હાથ ઉછાળી "હાઉ ધિસ પોસિબલ? વી આર નોટ ગોઇંગ ટુ રતનપુર!"