રૂપલી....

  • 2.2k
  • 1
  • 908

રૂપલી...ખૂબજ સુંદર છોકરી.આખા ગામની છોકરીઓમાં સ્પર્ધા ગોઠવાય તો તેનો નંબર પ્રથમ આવે તેવી રૂપાળી.અસલ નામતો એનું "રેખા" હતું પણ નાની હતી અને વાને રૂપાળી હતી તેથી ઘરનાં બધાં હુલામણું નામ "રૂપલી" પાડી દીધું અને આખું ગામ તેને તે નામથીજ બોલાવતાં.તેથી આખા ગામમાં બધાંની જીભે રૂપલી નામ રમતું થયું.રૂપલીની બેનપણીઓ તો ઢગલો.દરેક ફળિયે એની બેનપણી હતી.તેને ક્યારેય એકલી જુઓ જ નહી.તેની વાણીમાં મધુરપ હતી.એ બોલે એટલે જાણે સુગંધનો વાયુ વાયરસ જેમ ફેલાય.સાંભળવી ગમે તેવી તેની શબ્દાવલી.તેને જેટલી બેનપણીઓ હતી તેટલા ગામમાં છોકરાઓ જોડે પણ એટલીજ દોસ્તી.ગામમાં કોઈ લડાઈ ઝઘડો થયો હોય તો તે તેની સાથેના બુદ્ધિશાળી દોસ્તોને લઇ જઈ ને ઝઘડો