ગેલાએ થોરનાં ઢુંવાની આડે જોયું તો ડાલામથ્થો હાવજ એદણ્યની માથે ચડી ગયો હતો. પાછળથી માથે ચડી ગયેલા હાવજે એદણ્યની કરોડરજ્જુમાં તેના ત્રણ ઇંચનાં ધરોબા ખીલા જેવા દાંત ઘુસાડી દીધા હતા. સિંહણ આગળની તરફ એદણ્યનાં લઢીએ ચોટી ગઈ હતી. સિંહણે પણ તેના ધરોબા જેવાં દાંત ભેંસની શ્વાસ નળીમાં ઘુસાડી દીધા હતાં. ગર્યનું કહવાળું ઘાસ ચરેલીને હિરણ નદીનાં પાણી પીધેલી કુંઢા શીંગડા વાળીને મોટા માથાવાળી હાથીનાં મદનીમીયા જેવી એદણ્યને પાડવી એ રમત વાત નહોતી. ડેબે દોઢ સો કિલોનો સાવજ અને લઢીએ પણ એવી જ સિંહણ ચોટી હતી. તો પણ એદણ્ય પોતાના લડવૈયાની ઢાલ જેવાં માથા વડે સિંહણ