ચોર અને ચકોરી - 4

(14)
  • 4k
  • 1
  • 2.3k

(અંબાલાલ નો ખજાનો કઈ રીતે સાફ કરવો એનો આખો પ્લાન જીગ્નેશના દિમાગમાં ફીટ થઈ ચૂક્યો હતો. હવે એ એને અમલ માં મૂકે એ પેહલા અંબાલાલ નો મુખ્ય ચાકર સુખદેવ એને હવેલીએ લય જાવા આવે છે...) સાંજે સાત વાગ્યા ન વાગ્યા ત્યા. સોમનાથની ઝૂંપડીએ સુખદેવ પોહચી ગયો."સોમનાથ. એય સોમનાથ." અવાજ સાંભળીને સોમનાથ અને જીગ્નેશ બન્ને બાહર આવ્યા. જીગ્નેશને જોઈને કતરાતા સુખદેવ બોલ્યો."હાલો મેમાન. હવે અમારી મેમાનગતી માણો.""હા.હા.હાલો.હુ તૈયાર જ છુ.""મારો વાલો બોવ ડાયો. હાલ ત્યારે મોર થા." જીગ્નેશનુ બાવડું ઝાલીને પોતાની આગળ ધકેલતા સુખદેવ બોલ્યો. જીગ્નેશને ક્રોધતો ધણો આવ્યો. એણે દાંત કચકચાવ્યા. ડાબા હાથની અડબોથ સુખદેવના ડાચા ઉપર