ભાગ - ૩આજે ૨૬ મી જાન્યુઆરી છે.તેજપુર ગામનો વહેલી પરોઢનો, આજનો નજારો પણ અદભુત અને નયનરમ્ય છે.તેજપુર ગામના મંદિરમાં સવારની આરતી થઈ રહી છે, ને એ આરતીની સાથે-સાથે, ગ્રામજનો ઢોલ, નગારા અને ઝાલરના તાલથી તાલ મિલાવી, ભક્તિભાવ સાથે, ઉત્સાહભેર આરતીની પ્રત્યેક કળી દોહરાવી રહ્યા છે. ગામની દૂધની ડેરીની whistle વાગી રહી છે. ઢોરઢાંખર રાખતા ગામ લોકો, ડોલ ડોલચા ને બોઘરણામાં દૂધ લઈને ડેરીમાં દૂધ ભરવા માટેની લાઈનમાં ઊભા છે.જ્યારે ગામના અમુક લોકો, હજી ગાય-ભેસ દોઈ રહ્યા છે, તો અમુક લોકોને, દાંતણ-પાણી ચાલી રહ્યું છે, ને કેટલાય ઘરના આંગણા વળાઈ રહ્યા છે.ગામની સ્કૂલમાં આજે ધ્વજવંદન નો કાર્યક્રમ હોવાથી, એકલ દોકલ છોકરાઓ વહેલી સવારથી જ તૈયાર થઈ, હરખભેર