પ્રાયશ્ચિત - 68

(99)
  • 8k
  • 6
  • 6.8k

પ્રાયશ્ચિત પ્રકરણ 68અસલમ ના વચનમાં સચ્ચાઈનો રણકો હતો એટલે કેતન એ બાબતમાં નિશ્ચિંત થઈ ગયો. એ પછી કેતને નાહી લીધું અને અસલમે રૂમ સર્વિસમાંથી ચા ની સાથે બ્રેડ ઓમલેટ નો ઓર્ડર આપ્યો અને કેતન માટે ઢોસાનો. ચા નાસ્તો કરીને કેતને જાનકીને ફોન કર્યો. " હું હવે નીકળું છું. એકાદ કલાકમાં માટુંગા આવી જઈશ. " કેતને કહ્યું. " હું ગાડી લઈને દાદર સ્ટેશન ઉપર આવી જાઉં ? " જાનકી બોલી. " ના.. ના.. હું ટેક્સીમાં ઘરે આવી જઈશ. હવે તો ઘર જોઈ લીધું છે. ડોન્ટ વરી. " કહીને કેતને ફોન કટ કર્યો. " ઘરે જવાની શું ઉતાવળ છે ? બપોરે જમીને જ જજે ને ? " અસલમ