શ્રી સુંદરકાંડ ભાગ - ૨

  • 6.9k
  • 1
  • 4.2k

શ્રી ગણેશાય નમ: શ્રીસીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્‌ગુરુ દેવાય નમ: | સુંદરકાંડની આ અલૌકિક કથાનો શુભારંભ રામનવમીના પાવનપર્વથી કરવામાં આવેલ છે. પ્રથમ લેખમાં (http://udaybhayani.in/sundarkandwithuday_001/) મંગલાચરણ વિષે હતો. આજના બીજા લેખમાં ગોસ્વામી શ્રીતુલસીદાસજી કૃત શ્રીરામચરિતમાનસના પાંચમા અધ્યાયનું નામ સુંદરકાંડ કેમ પડ્યુ? તેના બુદ્ધિગમ્ય અને સુંદર કારણો જોઈશું. પ્રથમ અને સરળ મત એવો છે કે, રામાયણમાં મુખ્યત્વે પ્રભુ શ્રીરામના જીવનચરિત્રનું વર્ણન છે. શ્રીરામચરિતમાનસના આ પાંચમાં સોપાન સુંદરકાંડમાં મુખ્ય પાત્ર ભગવાન શ્રીરામ નથી, પરંતુ શ્રી હનુમાનજી મહારાજ છે. અંજની માતા શ્રીહનુમાનજીને તેઓ નાના હતા ત્યારે વ્હાલથી “સુંદર” એવા હુલામણા નામથી બોલાવતા હતા. આ કારણસર શ્રી વાલ્મિકીજીએ આ કાંડનું નામ સુંદરકાંડ