"પણ જીવી આ મોટાને લઇ જઇને ઇ લોટમંગો બાવો એને ચેલો બનાવી લોટ મંગાવત ? હાળુ ગડ નથી બેહતી..""બાઇજી જરા આ મોટાને ધ્યાનથી જોયો સે?""કેમ તો ઇમ નીમ મોટો કર્યો હશે ?""અરે બાઇજી જરા બરાબર જુવો...ભગવાન તમને ચડતી કળાએ રાખે પણ ઇ ને લંગોટી પેરાવી સે ?એઇ નીચે જાડો ધડુસ કંદોરો ને ગળાથી પેટ ઢંકાય એટલી માળા હારડા સોનાના..."ગામના લોકનીયે નજરમા ચડોસો પણ ઇ તો બધા રાંક પણ આવો બાવો ઇ ને જોવે તો નકરા દાગીના જ દાગીના પછે ન્યાલ થાવા આવુ નો કરે?"પાટે હીંચકતા કાળીદાસભાઇ ધોતીયુ ખંખેરી ખોંખારો ખાઇને ઉભા થયા ત્યારે લક્ષ્મીમાં સમજી ગયા કે જો હવે સુધરીશ