આમતો આ અમરેલી ગામે કોઇને પોતાના કરીને અલ્લે અલ્લે શીર નથી રાખ્યા ...પણ આ ગામને છાતીફાટ પ્રેમ કરનારા અઢળક માણસો રોજ રાતે અમરેલી બાજુ ઓશીકુ રાખી રડતા રડતા સુવે ત્યારે અમરેલીમાંને હાલા કરાવતા બોલેય ખરા "મારુ કેવુ તે મીઠુ ગામ અમરેલી નામ..બાકી આ ગામની વાત માંડીછેતો લ્યો,હાલો મારી હારે....જુઓ આ વરુડીને રસ્તે જે શુળીયો ટીંબો દેખાય છેને ઇ હતુ અમરેલી ...હ્યુ એન ચાંગ વળી અમરેલીમા શું ભાળી ગયો હશે ..?રામ જાણે...કંઇકતો હાંભળ્યુ હશેને? કે છે મુળ અમરવેલડી નામ હતુ પણ કોના શરાપ લાગ્યા તે માંડ ઉભુ થાય વળી ભફાંગ પડે...દટન પટન થઇ જાય...અમરેલીના માણસો ય બહુ સણકી ક્યારથી થયા હશે