કોને ભૂલુંને કોને સમરુ રે - 1

(17)
  • 10.6k
  • 7.6k

આ કથા શરુ કરતા પહેલા...તમને મારા ગામનો પરિચય આપવો રહ્યો...કારણકે આ જ માટીમાં જનમ અને મહામુલા જીંદગીના બાવીસ વરસ ગુજાર્યા છે...આ ગામે મારા જનમ પહેલા મારા દાદા પરદાદા વડદાદા એમ દસ પેઢીનો દાદાઓના નામ સાથે મને એકડો ધુટાવ્યો છે .. કેટલીક કથાઓ મારા દાદા ક્યારેક મારા બા ક્યારેક અમારા દુધીમા ...ક્યારેક જીવી ધોબણમા ક્યારે ભરવાડ નારણ ભાઇ તો ક્યારેક સોનાબાઇ..ક્યારેક કંચનકાકી તો ક્યારેક વિજયાભાભુ ક્યારેક નંદલાલ બાપા તો ક્યારેક મણીબાપા ને ક્યારેક આંખમાથી ન ખસતા મણી માં મારી સદાય ચોકી કરી મને ગોદડીએ વિંટી રાખતા લક્ષ્મીદાદી તો બહુ ઓછુ બોલી આંખોથી વહાલના દરિયા લુટાવતા મારા દાદા કાળીદાસભાઇ...જેનાથી પંદર વરસ સુધી